તાઃ30-31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, 2015 સ્થળઃકનોરીયા સેન્ટર ફોર આર્ટ્સ, ગુજરાત યુનિવર્સિટી સામે, સેપ્ટ પ્રીમાઇસીસ, અમદાવાદ

Date: 30,31 Jan & 1 Feb 2015

Venue:Kanoria Centre for Arts, Opp Gujarat University, CEPT Premises, Ahmedabad

મુન્નાભાઈ MBBS અને 'ગાંધીગિરી'ના અમદાવાદી સર્જક અભિજાત જોષીની મહાત્મા ગાંધીના પૌત્ર પ્રો. રાજમોહન ગાંધી સાથે સૌપ્રથમવાર વાતચીત.......માત્ર GLF માં

Gujarat literature festival

Like languages, even the festivals to celebrate literature, language and literary creativity, evolve constantly…

After organising the first ever festival to celebrate Gujarati literature; we are now re-launching the festival as an annual calendar event in Ahmedabad for the initiated and the uninitiated. To broaden its base and to make it more inclusive the festival has been re-named Gujarat Literature Festival. Though the primary focus will continue to be on Gujarati, it will also include sessions on literary work in languages other than Gujarati.

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એટલે એક એવી કડી, જે આજના સર્જકોને એટલે કે

નવલકથાકાર, કવિ-ગઝલકારોને, ચિંતનાત્મક સાહિત્યના લેખકોને, ફિલ્મ અને ટીવી સ્ક્રિપ્ટના લેખકોને તથા પોપ કલ્ચર જેવાં કે – રેડિયો દ્વારા સાહિત્યને પોપ્યુલર બનાવનારા સહુને સાંકળે છે. તેમને રસિકજનો સુધી પહોંચાડે છે. અનેક પ્રકારના વાડા અને સ્થાપિત માન્યતાઓથી દૂર હટીને સામાન્ય લોકો દ્વારા બોલાતી, લખાતી અને વંચાતી ભાષામાં સાહિત્યને પ્રસ્તુત અને લોકપ્રિય બનાવવા માટે આ ફેસ્ટિવલનું આયોજન થયું છે. આ પ્રયાસનો એક જ ઉદ્દેશ બધા જ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓને એક મંચ પૂરો પાડવાનો છે. ગુજરાતી સાહિત્ય સક્ષમ હોવા છતાં અંગ્રેજી, હિન્દી જેવી ભાષાઓના પ્રભાવને કારણે તેની લોકપ્રિયતા જોઈએ તેટલી આજે જણાતી નથી. ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવવા માટે સૌએ પ્રયાસ કરવાની જરૂર છે. અંગ્રેજી જેવી ભાષાઓમાં દર વર્ષે લાખો લોકોના મેળાવડા યોજાય છે, જેમાં 250 ઉપરાંત ફેસ્ટિવલ્સનું આયોજન થાય છે, પરંતુ ગુજરાતી ભાષામાં આ પ્રકારનો આ પહેલો પ્રયાસ છે, તો ચાલો સાહિત્યની મજા માણવા મળીએ ફેસ્ટિવલમાં અને આ વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પર...

Speakers (વકતાઓ)

Schedule

Supported By

Sponsored By