GLF LOGO

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)

ઉત્સવ સાહિત્યિક સર્જનાત્મકતાનો...

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (જીએલએફ) ગુજરાતમાં શરૂ કરાયેલો પ્રથમ સાહિત્ય ઉત્સવ છે. એક સાહિત્યિક પ્રકલ્પ તરીકે પાંચ વર્ષ અગાઉ તેનો પ્રારંભ થયો હતો. તેમાં સાહિત્યિક સર્જનાત્મકતા વ્યક્ત કરવા માટે વપરાતાં તમામ સ્વરૂપો અને માધ્યમો આવરી લેવાયાં છે. અમારું દૃઢપણે માનવું છે કે, સાહિત્ય માત્ર પ્રકાશિત થયેલાં પુસ્તકનાં બે પૂઠાં વચ્ચે મર્યાદિત નથી હોતું, પરંતુ વાસ્તવમાં મુક્ત વાતાવરણમાં વિવિધ સ્વરૂપો, ભાષાઓ અને માધ્યમોમાં તેનો ઉછેર થાય છે. આથી જ જીએલએફમાં માત્ર લેખકો, કવિઓ અને નાટ્યલેખકોને જ નહીં, પરંતુ તેમની સાથે સાથે ફિલ્મલેખકો, ગીતકારો, બ્લોગર્સ, સોશિયલ મીડિયા પર લખતા લેખકો અને સાહિત્યિક સર્જનાત્મકતાનો ઉપયોગ કરતા અન્ય લોકોને સન્માનિત કરાય છે.

આ એક એવો ઉત્સવ છે, જ્યાં વાર્તાકારો, નવલકથાકારો, કવિઓ, ગઝલકારો, લોક કલાકારો, ફિલ્મલેખકો, ગીતકારો, બ્લોગર્સ, સોશિયલ મીડિયાના ચર્ચાકારો અને તેવા અનેક લોકોને આવરી લેતો વૈચારિક સર્જનાત્મકતા ધરાવતો સમુદાય એકસાથે મળીને પોતાના વિચારો, લેખન, વાંચન અને ફિલસૂફીની એકસાથે મળીને સાહિત્યિક ઉજવણી કરે છે. ભાષાઓનું વૈવિધ્ય અને માધ્યમોની વિવિધતા હોવાથી તે એક અનેરો ઉત્સવ છે. જીએલએફમાં એક જ સ્થળે સુંદર અનુભવ મેળવી શકાય છે.

Testimonials

Anjum-Rajabali
અંજુમ રજબઅલી
મેં જેટલા લિટરેચર ફેસ્ટિવલ્સમાં ભાગ લીધો છે, તેમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન પ્રોગ્રામિંગ અને વ્યવસ્થાની દૃષ્ટિએ ખૂબ જ સારી રીતે થતું હોય તેમ લાગ્યું. ફેસ્ટિવલના સેશન્સમાં સાંભળવા મળેલા સંવાદની ઉચ્ચ ગુણવત્તા પરથી તેમાં ભાગ લેનારા વક્તાઓ અને વિષયોની પસંદગીમાં રાખવામાં આવેલી ચીવટ અનુભવાઈ. આ પ્રકારના આયોજનનો કોઈ વિશેષ અનુભવ ન હોવા છતાં સમગ્ર કાર્યક્રમનું આયોજન ખૂબ નમ્ર અને કાર્યક્ષમ આયોજકો અને વૉલન્ટિયર્સની ટીમ દ્વારા ખૂબ જ કુશળતાપૂર્વક કરવામાં આવ્યું. મને આ ફેસ્ટિવલમાં ભાગ લઈને ખૂબ મજા આવી અને ફરીથી અહીં આવવાની મને ઉત્સુકતા રહેશે.

અંજુમ રજબઅલી
રાજનીતિ, ગુલામ જેવી હિંદી ફિલ્મોના લેખક

2016-09-09T08:26:56+00:00

Jay_Vasavada
જય વસાવડા
અદભુત અનુભવ. આ ફેસ્ટિવલ એક મૉર્ડન પહેલ છે. GLF માત્ર એક સાહિત્યિક ઉત્સવ નહીં પણ સાહિત્યનો યુવા મહોત્સવ છે. આ આનંદમેળો છે... સાહિત્યનો આનંદમેળો. GLFએ એક નવો ચીલો પાડ્યો છે અને તેની આ નવી તરેહની નકલ અન્ય લોકો જરૂરથી કરશે. આ એવો ફેસ્ટિવલ છે, જ્યાં વક્તાને નવા વિચારો અને વિષયો જાણવાની સાથેસાથે હજારો લોકોને રૂબરૂ મળવાની તક મળે છે. જે જ્ઞાન અને સાહિત્યની નવી પરિભાષાઓની સમજમાં વધારો કરે છે.

જય વસાવડા

લોકપ્રિય ગુજરાતી કટારલેખક

2016-09-09T08:27:45+00:00

pic3
ભાગ્યેશ જ્હા
GLFનો મારો અનુભવ ખૂબ જ તાજગીસભર અને પ્રેરણાદાયી રહ્યો. આ ફેસ્ટિવલ નવા અને જાણીતા લેખકો તથા સાહિત્યકારોને મળવા માટેનો સરસ મંચ છે. અહીં નવી પેઢી સાથે સંવાદ સાધવાની મજા આવે છે. સાહિત્યની નવી પ્રતિભાઓને પોતાની સર્જનાત્મકતા દર્શાવવા માટેનું પ્લેટફોર્મ આ ફેસ્ટિવલ પૂરું પાડે છે. ગુજરાતમાં આ ફેસ્ટિવલ દર વર્ષે સાતત્યપૂર્ણ રીતે થવો જોઈએ.

ભાગ્યેશ જ્હા

ભૂતપૂર્વ IAS, પ્રખ્યાત લેખક, કવિ; પૂર્વ પ્રમુખ ગુજરાત સાહિત્ય અકાદમી

2016-09-09T08:28:23+00:00

Raghivir_Chaudhari
રઘુવીર ચૌધરી
ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ભાષાઓ, સાહિત્ય, કલા અને ફિલ્મો એમ દરેક વિવિધતાની ઉજવણી કરવામાં આવે છે. તેના દરેક સેશન્સમાં નવી પેઢીના શ્રોતાઓની નાના-મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હોય છે. આ ફેસ્ટિવલમાં નવી પેઢીનું ઇન્વૉલ્વમૅન્ટ જોઈને મને ખૂબ આનંદ થાય છે.

રઘુવીર ચૌધરી

પ્રખ્યાત લેખક, કવિ; જ્ઞાનપીઠ એવોર્ડ 2015, સાહિત્ય અકાદમી એવોર્ડ 1977

2016-09-09T08:30:43+00:00

pic2
સૌમ્ય જોશી
આ એક વૈવિધ્યસભર કાર્યક્રમ છે. યુવા પેઢી સાથે આ કાર્યક્રમ જે રીતે જોડાયો છે, તે જ તેની મોટી સફળતા છે. તે યુવાનોને સાહિત્ય સાથે જોડવા માટે તેમને મંચ આપે છે અને તેમને સાહિત્ય પ્રત્યે સજાગ બનાવે છે. શિક્ષકો હજી સુધી એ સમજી નથી શક્યા કે પટકથાઓ (સ્ક્રીન પ્લે), ફિલ્મો, નાટકો અને થિયેટરમાં પણ સાહિત્ય છે. જો આપણે ફિલ્મોની વાત કરીએ તો વિશ્વનું મોટાભાગનું સાહિત્ય અહીં જ પડેલું છે. આ કારણે જ મને GLFમાં રસ પડે છે, કારણે કે તે કલા અને ફિલ્મોને પણ સાહિત્ય જ માને છે, અને તેને કારણે સાહિત્યનો વ્યાપ વિસ્તરે છે. મારા મતે ફેસ્ટિવલની આ એક મોટી સિદ્ધિ છે. આ કાર્યક્રમ સાતત્યપૂર્ણ રીતે યોજાઈ રહ્યો છે અને મને તે ખૂબ ગમે છે. આથી હું તેમાં ભાગ લેવા માટે ઉત્સુક હોઉં છું. આયોજકોની ટીમને અભિનંદન.

સૌમ્ય જોશી

નાટ્યકાર, લેખક, કવિ, ડિરેક્ટર અભિનેતા અને પ્રોફેસર

2016-09-09T08:31:08+00:00

Sairam-Dave
સાઇરામ દવે
બર્થડે કેક કાપવાથી કે અંગ્રેજીમાં બોલવાથી આપણે આપણી સંસ્કૃતિથી વિમુખ નથી થઈ જતા. જો વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ભારત અને હિંદુ ધર્મ વિશે અંગ્રેજીમાં ન બોલ્યા હોત, તો વિશ્વને આપણી સંસ્કૃતિ અને સભ્યતાની સુંદરતા વિશે ક્યારેય જાણ ન થઈ હોત.
સાઇરામ દવે

ગુજરાત હાસ્યલેખક

2017-12-14T10:12:59+00:00

ashvin-sanghavi
અશ્વિન સાંઘી
અસ્વીકાર અગ્નિપરીક્ષા જેવો હોય છે. ‘હૅરી પૉટર એન્ડ ફિલૉસૉફર્સ સ્ટોન’ પુસ્તકને પ્રકાશકો દ્વારા 12 વખત નકારી કાઢવામાં આવ્યું હતું. ‘ગોન વિથ ધ વિન્ડ’ને 18 વખત; સ્ટીફન કિંગની પ્રથમ થ્રિલર નવલકથા ‘કૅરી’ને 30 વખત નકારી કાઢવામાં આવી હતી; ‘ચિકન સૂપ ફોર સોલ’ પુસ્તકને 33 વખત નકારી કાઢવામાં આવ્યું હતું. મેં વિચાર્યું કે જો આ લેખકોને આટલી બધી વખત નકારી કાઢવામાં આવ્યા હોય ત્યારે મારા પુસ્તકનો અસ્વીકાર થાય એમાં શું મોટી વાત છે. પછી તો મને એમ લાગતું હતું કે, હું એ બધાં લેખકો કરતાં પણ મોટો લેખક બનીશ કારણ કે મને વધારે વખત નકારી કાઢવામાં આવ્યો છે.

અશ્વિન સાંઘી

લોકપ્રિય લેખક

2017-12-14T10:18:31+00:00

Namita Gokhale
નમિતા ગોખલે
આપણે સતત થઈ રહેલા પરિવર્તનોથી ઘેરાયેલા છીએ અને આપણી આસપાસ થતાં પરિવર્તનથી વિસ્મય પામીએ છીએ. પરંતુ આપણે એ ભૂલી ગયા છીએ કે જીવન સતત બદલાતું રહે છે. અને ફિક્શન તથા નવલકથાઓ લખવાની ખરી મજા એ જ છે, કે તમે તેમાં પોતાના અને અન્ય સમયકાળને સમજી શકો છો.

નમિતા ગોખલે

જયપુર સાહિત્ય ફેસ્ટિવલના લેખક અને દિગ્દર્શક

2017-12-14T10:20:28+00:00

Lord-Bhikhu-Parekh
લોર્ડ ભીખુ પારેખ
ગાંધીજી જન્મથી જ મહાત્મા નહોતા, પરંતુ તે મહાત્મા બન્યા. અન્ય વ્યક્તિઓની જેમ ગાંધીજી પણ પૂર્વગ્રહો સાથે આફ્રિકા ગયા હતા, પરંતુ એ પૂર્વગ્રહોથી તેઓ ઝડપથી મુક્ત થઈ ગયા.

લોર્ડ ભીખુ પારેખ

રાજકીય સિદ્ધાંતવાદી અને હાઉસ ઓફ લોર્ડ્સમાં લેબર પક્ષના સભ્ય

2017-12-14T10:23:30+00:00

vijay-rupani
વિજય રૂપાણી
રાજ્યમાં થતા આ પ્રકારના કાર્યક્રમની પહેલને મારી સરકાર ઉત્તેજન આપે છે. સાહિત્ય લોકોને તેમના વારસા, મૂલ્યોની સતત યાદ અપાવતી રહે તે વ્યક્તિત્વના વિકાસ જરૂરી છે. ઝડપથી બદલાતી રહેતી સતત તણાવયુક્ત જીવનશૈલીમાં આ પ્રકારના ફેસ્ટિવલની પ્રાસંગિકતા વધુ મહત્ત્વની બની જાય છે.

વિજય રૂપાણી

માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત

2017-12-14T10:32:46+00:00

Video

Event Sponsors

They Make This Event Possible

GLF_VADODARA
ALEMBIC_REAL_ESTATE
MATRU_BHASHA
INTELLI_MEDIA
SWA
BHAILAL

Venue

મ્યુઝિયમ સ્ક્વેર, એલેમ્બિક સિટી, એલેમ્બિક કોલોની, શાસ્ત્રી બ્રિજ, વડોદરા

About Venue

Museum square in Alembic City is designed to be the new city center of Vadodara. Planned around the original building where Alembic Chemicals first started in around 1907 , this Arts and Industrial heritage district retains its historic context to preserve a rich legacy of over a 111 years, and now serves a new function to bring people together and create a better community and quality of life in the city.

The district will host a range of options for entertainment, office space, music, food and amusement activities. The intent is to provide space and opportunity for the creative community in Vadodara to grow and flourish.