અભિષેક જૈન

અભિષેક જૈન

અભિષેક જૈન

Film director

ગુજરાતી ફિલ્મોમાં દીવાદાંડી એવા અભિષેક જૈન એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે. સંજય લીલા ભણસાલી અને સુભાષ ઘઈ જેવા ઉત્તમ ફિલ્મ મેકર્સ સાથે સહાયક તરીકે કામગીરી કર્યા પછી પોતે ડીરેક્ટ કરેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઇશ’થી તેમણે ગુજરાતી ફિલ્મોની દિશા જ બદલી નાખી. શહેરી નાગરીકો પણ ગુજરાતી ફિલ્મ જોઈ શકે તેવો ટ્રેન્ડ તેમણે શરુ કર્યો. આ પછી તેમની બીજી ફિલ્મ ‘બે યાર’ને પણ ક્રીટીકલ અને બોક્સ ઓફીસ ઉપર અદભૂત રિસ્પોન્સ મળ્યો છે. અભિષેકે ગુજરાતી ફિલ્મોનું નિર્માણ શરુ કર્યું છે અને પ્રથમ ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ બનાવવા સમયે પોતાને થયેલા અનુભવો ઉપર ‘આ તો જસ્ટ વાત છે..’ એવું એક પુસ્તક પણ તેમણે લખ્યું છે.