પદ્મ શ્રી વિદ્યા બાલન

પદ્મ શ્રી વિદ્યા બાલન

પદ્મ શ્રી વિદ્યા બાલન

National Award Winning Actor

વિદ્યા બાલન ભારતીય ફિલ્મ ક્ષેત્રમાં કાર્યરત વર્તમાન સમયની સૌથી ઉત્તમ દરજ્જાની અદાકારામાંથી એક છે. તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ઉપરાંત, પાંચ ફિલ્મફેર અને પાંચ સ્ક્રીન એવોર્ડ મળ્યા છે. ભારત સરકારે તેમને દેશના ટોચના એવોર્ડમાંથી એક એવા ‘પદ્મ શ્રી’ વર્ષ ૨૦૧૪માં નવાજ્યા છે. હિન્દી ફિલ્મમાં નાયિકાની ભૂમિકા અને તેને મળતા મહત્વને વિદ્યાએ નવી જ ઉંચાઈઓ આપી છે. વર્ષ ૧૯૯૫માં નાની વયે ‘હમ પાંચ’ સીરીયલની કારકિર્દી શરુ કરનાર વિદ્યાએ મુંબઈ યુનિવર્સીટીમાંથી સોશિયોલોજી વિષયમાં માસ્ટરની ઉપાધિ મેળવી છે. વિદ્યાની ભૂમિકાઓમાં પા, કહાની અને તેની સિકવલ કહાની 2, બેગમજાન, તુમ્હારી સુલ્લુ, ડર્ટી પિક્ચર જેવી ભૂમિકાઓને માત્ર ક્રિટિક નહિ પણ બોક્સ ઓફીસ ઉપર આમ જનતાએ પણ વખાણેલી છે.

એક્ટિંગ ઉપરાંત તે માનવીય મૂલ્યોના કાર્યો તથા મહિલા સશક્તિકારણના કાર્યો સાથે જોડાયેલા છે. વિદ્યા સેન્સર બોર્ડની સભ્ય છે અને ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્નસંબંધથી જોડાયેલા છે.